સુરતઃ પાંડેસરામાં પિતાએ સગીર દીકરીઓના શારીરિક અડપલાં કર્યા અને મુખમૈથુન કરાવ્યુ.ઘટના નવેંબર 2018ની છે. સુરતમા રહેતો આરોપી ગુલાબચંદ બીન્દે, રીક્શા ચલાવવાનું છોડી ચુક્યો હતો. સાવ બેરોજગાર હતો. ક્યારેક છુટક મજૂરી કરતો. તે પોતાના પાટલા સાસુને ઘેર પોતાના પરિવાર સાથે રહેતો. તેને તમામ ખરાબ લતો તેને લાગી ચુકી હતી. આ ગુલાબચંદ બિંદે દારૂનો નશો કરતો અને પોતાની બંને દિકરીઓ સાથે આવી હરકતો અગાઉ પણ અવાર-નવાર કરતો હતો. વળી તે અન્ય ગુન્હાઑ સબબ પણ તે છાપે ચડી ગયેલ.
રખડુ, બેજવાબદાર, નશેડી માણસનુ મગજ અંતે સુન્ન  થઈ જાય છે, અને તે પોતાની સાથે પોતાના પરિવારની પણ જિંદગી નર્ક બનાવી દે છે. આ સમાચાર વાચીને વિચલિત થનાર મારા દરેક વાચકો જાણી લે કે આ માણસ ઘણા સમયથી હોશ ગુમાવી ચુક્યો હોય તેને પોતે શુ કરે છે. તેનુ જ ભાન નહિ હોય.

સુરતઃ પાંડેસરામાં હવસના ભૂખ્યા શૈતાન પિતાએ સગીર બે દીકરીઓ સાથે શારીરિક અડપલાં અને મુખમૈથુન કરાવી ગંદી હરકતો કરી હતી. આ ઘટનાને પગલે માતાએ પાંડેસરા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે પિતા સામે બળાત્કારનો ગુનો નોંધી ધરપકડ કરી છે.

દારૂના નશામાં પિતાએ નગ્ન હાલતમાં કર્યું કૃત્ય

પાંડેસરા મહાદેવનગર સોસાયટીની નજીક શ્રમ વિસ્તારમાં રહેતા સગા બાપે 21મી તારીખે રાત્રે ઘરે આવીને બહારથી દરવાજો બંધ કરી દીધો હતો. પત્ની અને તેની મોટી બહેન બહાર ધાગા કટિંગનું કામ કરતા હતા, પત્નીને એવું હતું કે, પતિ આવીને સૂઈ ગયો હશે. જોકે, થોડીવાર એક દીકરી બૂમાબૂમ કરતી બહાર આવતા શૈતાન પિતાની હરકતો ખુલ્લી પડી ગઈ હતી. દારૂના નશામાં સગા બાપે નગ્ન હાલતમાં રૂમમાં બન્ને દીકરીઓની પાસે મુખમૈથુન કરાવી શારીરિક અડપલાં કરતો હતો. 12 અને 13 વર્ષની બન્ને દીકરીઓ ઘરમાં કેરમ રમતી હતી. 

પિતાની ધરપકડ

આ ઘટના અંગે માતાએ તાત્કાલિક 100 નંબર પોલીસને જાણ કરી દીધી હતી. જેથી પાંડેસરા પોલીસ દોડી આવતા પિતા ત્યાંથી ભાગી ગયો હતો. માતાની ફરિયાદ લઈને પોલીસે નરાધમ શૈતાન પિતા ગુલાબચંદ બિંદે(ઉ.વ.40) સામે બળાત્કાર અને પોક્સો એકટની કલમો હેઠળ ગુનો નોંધી ગુરુવારે સાંજે ધરપકડ કરી હતી. બન્ને સગીરાઓને મેડિકલ પરિક્ષણ માટે ગુરુવારે સાંજે નવી સિવિલ લાવવામાં આવી હતી. 

અગાઉ પણ બેવાર આવું કૃત્ય કર્યું હતું

વધુમાં પોલીસે જણાવ્યું કે, પિતા હાલમાં બેકાર છે, પતિ સાથે મહિલા અને તેની બે સગીર દીકરીઓ ભાડેના મકાનમાં રહેતી હતી. તે વખતે પતિ ભાડાની રિક્ષા ચલાવતો હતો. રિક્ષામાં ફાવટ ન આવતા નરાધમે પૈસાના માટે ઘરનો માલ-સામાન વેચી નાખ્યો હતો. જેના કારણે મહિલા તેની બે દીકરીઓ સાથે મોટી બહેનને ત્યાં રહેવા ચાલી ગઈ હતી. જ્યાં નરાધમ તેઓની સાથે જ રહેતો હતો. વધુમાં ભોગ બનનારની માતાએ જણાવ્યું કે આવી જ રીતે અગાઉ પણ બે વાર આવું કૃત્ય કર્યુ હતું. તેમ છતાં પણ તે સુધારવાનું નામ લેતો ન હતો.

ટિપ્પણીઓ