મુખ્ય સામગ્રી પર જાઓ

ગુજરાત બંધ : અમદાવાદમાં અજંપાભરી સ્થિતિ, શાહઆલમમાં પ્રદર્શનકારીઓ હિંસક બન્યા, પોલીસ પર પથ્થરમારો

  • અમદાવાદના લાલદરવાજા, ઢાલગરવાડ, જમાલપુર, જુહાપુરા સંપૂર્ણ બંધ
  • પોલીસ પર પથ્થરમારામાં DCP-ACP સહિત 20 પોલીસ કર્મી ઘાયલ
  • પોલીસ કર્મીઓને પકડી પકડીને માર્યા, પોલીસે ટીયરગેસના 20 શેલ છોડ્યા
  • શાંતિ જાળવો. કાયદો હાથમાં ન લોઃ સ્પે.કમિશનર અજય તોમર
  • અનેક પ્રદર્શનકારીઓની અટકાયત, AMTS બસના કાચ તોડ્યા
  • પ્રદર્શનકારીઓએ પથ્થર ફેંકતા લાલ દરવાજા પાસે પોલીસનો લાઠીચાર્જ 
  • સુરત, રાજકોટ, વડોદરામાં બંધની નહીવત અસર, હિંમતનગર બંધ,ગોધરામાં દેખાવો
અમદાવાદઃ CAA(સિટિઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટ)ના વિરોધમાં 3 મુફતી, 4 મૌલાના સહિત 15 મુસ્લિમ આગેવાનોના નામે આપવામાં આવેલા બંધની અમદાવાદમાં અસર જોવા મળી રહી છે. જો કે સાંજે શાહઆલમમાં લોકોએ પોલીસ પર પથ્થરમારો કરતા ઝોન-6 ડીસીપી, એસીપી આર.બી.રાણા, 2 પીઆઈ, 4થી વધુ પીએસઆઈ અને પાંચથી સાત કોન્સ્ટેબલ સહિત 20થી વધુ પોલીસ કર્મીઓ ઘાયલ થયા હતા. માત્ર એટલું જ નહીં હીંસાખોરોએ પોલીસ કર્મીઓને પકડી પકડીને માર માર્યો હતો. હાલ તમામ પોલીસ કર્મીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ હિંસા પર કાબૂ મેળવવા પોલીસે ટીયરગેસના શેલ છોડ્યા હતા. જો કે ક્રાઈમ બ્રાન્ચને મોડે મોડે ઘટનાની ગંભીરતા સમજાતા જેસીપી સહિતનો કાફલો એક કલાક બાદ શાહ આલમ દોડી ગયો હતો. પોલીસના ફૂટ પેટ્રોલિંગ અને ટીયર ગેસના શેલ છોડી સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. સ્પેશિયલ કમિશનર અજય તોમરે કહ્યું શાંતિ જાળવો અને કાયદો હાથમાં ન લો.
બપોરે મિરઝાપુરમાં પોલીસ પર પથ્થરમારો થયો
આ પહેલા બપોરે સરદારબાગ પાસે પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થતાં પોલીસે ટોળાને વિખેરવા લાઠીચાર્જ કર્યો હતો. તેમજ મિરઝાપુરમાં ફૂટ પેટ્રોલિંગ કરી રહેલી પોલીસ પર લોકોએ મોઢે રૂમાલ બાંધી પથ્થરમારો કર્યો હતો. જેમાં બે લોકો ઘાયલ થયા હતા. જેને પગલે પોલીસે મિરઝાપુરથી શાહપુર સુધી ફ્લેગ માર્ચ કરી પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.
બંધની કોઈ જ અસર નથી, બે જગ્યાએ અઘટિત બનાવો બન્યાઃ ગૃહ રાજ્યમંત્રી
વિરોધ પ્રદર્શન મામલે ગૃહરાજ્યમંત્રીએ પ્રદિપસિંહ જાડેજા રાજકોટમાં મીડિયાને જણાવ્યું કે, ગુજરાતમાં બંધની કોઈ જ અસર નથી. માત્ર બે જ જગ્યાએ અઘટિત બનાવો બન્યા હોવાનું સામે આવ્યું છે.પોલીસે બળપ્રયોગ કરી ટોળાને વિખેરી નાંખ્યા છે.
કાશ્મીર સ્ટાઈલથી અમદાવાદમાં તોફાનીઓનો મોઢે રૂમાલ બાંધી પથ્થરમારો
જમ્મુ-કાશ્મીરમાં વર્ષો સુધી જુમ્માની નમાઝ બાદ પોલીસ તથા સુરક્ષાદળો પર સામાન્ય નાગરિકોની આડમાં તોફાની તત્ત્વો મોઢે રૂમાલ બાંધીને પથ્થરમારો કરતા હતા. આ જ મોડસ ઓપરેન્ડીથી અમદાવાદના મિરઝાપુર તથા શાહઆલમાં પણ તોફાની તત્ત્વોએ પરિસ્થિતિને કાબૂમાં લેવા ગયેલી પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. શાહ આલમમાં તો મોઢે રૂમાલ બાંધીને તોફાનીઓએ પોલીસ જવાનોને ટાર્ગેટ કર્યા હતા. આ પથ્થરમારામાં એક મહિલા પોલીસ કર્મી પણ ઘવાયા હતા. જ્યારે અન્ય એક પોલીસ જવાનનું માથું ફાટી ગયું હતું.
ડીસીપીએ 100 પોલીસકર્મીઓ સાથે ફૂટ પેટ્રોલિંગ કર્યું
મિરઝાપુરથી શાહપુર રંગીલા ચોકી, શાહપુર સ્કૂલ, ટોરેન્ટ પાવર, ગ્રામ્ય કોર્ટથી મિરઝાપુર સુધી ડીસીપીએ 100 પોલીસકર્મીઓ સાથે ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું. જ્યારે લાલ દરવાજા પાસે એએમટીએસ બસના કાચ તોડ્યા હતા.
રખિયાલમાં હજારો લોકો રસ્તા પર ઉતર્યા, પોલીસ અને SOG દોડી ગઈ
રખિયાલમાં હજારોથીની સંખ્યામાં લોકો વિરોધ પ્રદર્શન રસ્તા પર ઉતર્યા હતા. જેને પગલે સ્થાનિક પોલીસ, SOG અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી.પ્રદર્શનને પગલે AMC દ્વારા અજિતમિલથી સારંગપુર BRTS રૂટ બંધ કરવામાં આવ્યો છે અને બસ રદ કર દીધી છે.
15થી વધુની અટકાયત, ભારેલા અગ્નિ જેવી સ્થિતિ
પોલીસે લાઠીચાર્જ કરતા ભાગદોડ મચી ગઈ હતી. તેમજ પોલીસે 15થી વધુ લોકોની અટકાયત કરી છે. જેને પગલે સમગ્ર વિસ્તારમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ ઉભી થતાં અગમચેતીના પગલાંરૂપે સેકટર 1 જેસીપી અમિત વિશ્વકર્મા, ઝોન 2 ડીસીપી ધર્મેન્દ્ર શર્મા અને ટ્રાફિક ડીસીપી અજિત રાજ્યાણ પહોંચ્યા હતા. તેમજ લકી હોટલ પાસે પોલીસે પેટ્રોલિંગ સાથે ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. બીજી તરફ ગોધરા સજજડ બંધ છે.
ભયનો માહોલ સર્જાતા વેપારીઓએ ટપોટપ દુકાનો બંધ કરી
આ ઉપરાંત ભયનો માહોલ સર્જાતા લાલ દરવાજા વિસ્તારમાં આવેલા રીલિફ રોડ અને તેની આસપાસના વિસ્તારોની દુકાનો બંધ કરીને વેપારીઓ નાસી છૂટ્યા હતા. તેમજ સરદાર બાગ પાસે પ્રદર્શનકારીઓએ વાહનો રોકતા ટ્રાફિક જામ થયો હતો. જેને પગલે પોલીસે રસ્તો ક્લિયર કરાવ્યો હતો.
હિંમતનગર સહિત ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં બંધની અસર
બીજી તરફ ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં બંધની અસર જોવા મળી છે. હિંમતનગરના સવગઢ, પાણપુરપાટિયા, મલીવાડ, ઝહીરાબાદ જેવા વિસ્તારો સજ્જડ બંધ રહ્યા છે. તેમજ બજાર બંધ કરાવવા નીકળેલા લોકોની ગ્રામ્ય પોલીસ અટકાયત કરી હતી.
NSUIના કાર્યકરોની સી.યુ.શાહ કોલેજમાંથી અટકાયત
જ્યારે અમદાવાદની વાત કરીએ તો વહેલી સવારથી શહેરના લાલદરવાજા, ઢાલગરવાડનું કાપડ બજાર, જમાલપુર, જુહાપુરા સંપૂર્ણપણે બંધ પાળવામાં આવ્યો છે. તેમજ CAA-NRCના કાળા કાયદાના વિરોધમાં 19-12-2019ના રોજ ઢાલગરવાડ કાપડ બજાર બંધ રહેશે તેવા બેનરો લગાવવામાં આવ્યા છે. શાંતિપૂર્ણ વિરોધ કરી રહેલા NSUIના કાર્યકરોની સી.યુ.શાહ કોલેજમાંથી અટકાયત કરવા આવી હતી.તેમજ જમાલપુર ચકલામાં લોકો વિરોધ કરવા બેનરો સાથે રસ્તા પર ઉતર્યા હતા. જેને પગલે પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચનો કાફલો ઘટના સ્થળે હાજર રહ્યો હતો. હાલમાં સમગ્ર વિસ્તારમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં બંધની અસર જોવા મળી નહીં
સૌરાષ્ટ્રની વાત કરીએ તો રાજકોટ સહિત ક્યાંય પણ બંધની અસર જોવા મળી રહી નથી. જૂનાગઢ, જામનગર, અમરેલી, દ્વારકા, ભાવનગર, ગીરસોમનાથ સહિતના જિલ્લામાં સવારથી જ માર્કેટ ખુલ્લી જોવા મળી રહી છે. રાજકોટમાં સંવેદનશીલ વિસ્તારો જેવા કે જંગલેશ્વર, ભીસ્તિવાડ, નહેરૂનગરમાં એક-બે પોલીસ મુકવામાં આવી છે. પરંતુ ભારત બંધની કોઇ અસર જોવા મળી રહી નથી. રાજકોટમાં પણ સવારથી બજારો ખુલ્લી જોવા મળી રહી છે.
સુરતમાં બંધની અસર નહીં
જ્યારે સુરતમાં એક પણ જગ્યાએ દેખાવો કે પ્રદર્શન થયાં નથી. શહેરમાં રાબેતા મૂજબ લોકોએ પોતાના ધંધા રોજગાર યથાવત રાખ્યાં છે. શહેરમાં શાંતિપૂર્ણ માહોલ જોવા મળી રહ્યો છે તેમ છતાં પોલીસ દ્વારા તમામ હિલચાલ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.
વડોદરામાં સ્વૈચ્છીક બંધ, ભરૂચમાં બંધ નહીં
નાગરિકતા કાયદા વિરોધમાં બંધના વાયરલ મેસેજને પગલે વડોદરા શહેરમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જેમાં અતિ સંવેદનશીલ એવા માંડવી, પાણીગેટ, ફતેપુરા, યાકુતપુરા અને મચ્છીપીઠ સહિતના વિસ્તારમાં ચૂસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પોલીસે સંવેદનશીલ વિસ્તારોમાં 2 હજાર પોલીસ કર્મીઓનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો છે અને પીસીઆર વાન સાથે ઘોડેસવાર પોલીસ પેટ્રોલિંગમાં જોડાઇ છે. બુધવારે રાત્રે વડોદરા શહેરમાં ‘મેં CAB ઔર NRC કા પુરજોર વિરોધ કરતા હું’ લખેલા પોસ્ટર લાગ્યા હતા. જોકે પોલીસે તુરંત જ આ પોસ્ટર હટાવી દીધા હતા. વડોદરા શહેરના માંડવી, ફતેપુરા, યાકુતપુરા, મચ્છીપીઠ, પાણીગેટ અને રાવપુરા સહિતના વિસ્તારોમાં વેપારીઓએ સ્વૈચ્છીક બંધ પાળ્યો છે. જ્યારે ભરૂચમાં બંધ નથી અને તમામ બજારો રાબેતા મુજબ ચાલુ છે.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

રાજકોટના કોટડા સાંગાણીમાં સમાજને કલંકિત કરતો એક કિસ્સો સામે આવ્યો છે. તમા કોટડા સાંગાણીના રામોદ ગામે એક વૃદ્ધ સસરો છેલ્લા પાંચ વર્ષથી પોતાની નાની વહુ ઉપર દુષ્કર્મ આચરતો હતો. આ સસરો એક નિવૃત શિક્ષક છે. વધુમાં જણાવીએ તો પોતાની પત્ની સાથે દુષ્કર્મ આચરવાની પતિએ જ છૂટ આપી હતી. તમને જાણીને નવાઈ લાગશે કે પત્ની જ્યારે પતિ ને ફરિયાદ કરતી ત્યારે પતિ કહેતો કે, હું કરું કે પપ્પા, શું ફરક પડે આ મામલે પીડિત મહિલાએ સાસરિયાઓ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કરી છે. પત્ની ને આગળ કરીને પતિ જાતે જ તેને જવા મજબૂર કરતો હતો. આ ઘટના એ સમગ્ર રાજકોટ ને હલાવી દીધું હતું. રામોદના મોટા માંડવા રોડ પર રહેતી મહિલાએ જણાવ્યું કે, મારા સસરાની નજર મારા પર બગડી હતી. તમને જણાવીએ તો ઘરે કોઈ પુરુષ ન હોય ત્યારે સસરો તેના પર દુષ્કર્મ આચરતો હતો. અને આ સમયે મોટી જેઠાણી ઘરની બહાર પહેરો દેતી હતી. વધુ માં જણાવીએ તો અન્ય એક જેઠાણી તેને પકડી રાખતી હતી. મહિલા જ્યારે હવસ ભૂખ્યા સસરાની વાત પતિને કરતી તો તે કહેતો કે, આપણે એક પુત્રી છે. પુત્ર પણ જોઈએ. અને હું પુત્ર કરું કે પપ્પા, શું ફરક પડે છે. આવા હરામી પતિને ખુબ સજા થવીજ જોઈએ, મહિલાએ કહ્યું …
ઉપરોક્ત બહુચર્ચિત વાયરલ ઓડિયો રેકોર્ડિંગ સૌરાષ્ટ્રના એક બનેવી સાળીના અતરન્ગી સબંધો પર ઠીક ઠીક પ્રકાશ પાડે છે. સૌરાષ્ટ્ર પંથકની કેટલીક લાક્ષણિક્તા તેને બાકીના ગુજરાત કરતા અલગ પાડે છે, આ લાક્ષણિકતાઓ માના કેટલાંક પાસા છે.. પુરુષ પ્રધાન માનસિકતા, નાની ઉંમરે થઈ જતાં કન્યાના વિવાહ, ઓછું શિક્ષણ, વગેરે..

આ પ્રસંગમાં નીતા નામની એક યુવાન છોકરી જેના આવતા વર્ષે વિવાહ થવાના છે, તે વાડીમાં કપાસ વિણવા પોતાની માસી સાથે મહાલતી હોય છે, આ દરમિયાન તે પોતાની પિતરાઇ બહેનના પતિ સાથે ફોન પર વાત કરે છે જે ત્રણ બાળકોનો બાપ હોય છે, નીતાના બનેવીને બે સગી સાળીઓ પણ છે જે તેની પણ લેવાના ફિરાકમાં હોય છે, પ્રયત્નના ભાગરૂપે કોની સાથે ચાલુ છે તે જાણવાનો પ્રયત્ન કરે છે. તો ચાલો આપણે તેમના વચ્ચે થયેલી વાતો અહીં વાંચીએ આપ આવા તો ઉપરોક્ત યુ-ટ્યુબ વિડીયોમાં સાંભળી પણ શકો છો

બનેવી તેની સાળી સાથે બની ગયેલા જુના કોઇ સહવાસના પ્રસંગને ટાંકીને કહે છે "કા?" સાળી: અર્રે બધો અખતરો કરી લીધો, મારે નથી કરવો. આમ કહી સાળી આ પ્રકાર ના રોમાંચક અખતરા કરવાની ના પાડી દે છે. પણ તમે જુઓ, યાદ કરો ઍ ફિલ્મી ગીતો ની લાઇનો "ઇશ્ક મેં …